વિહળધામ પરિચય
“ભારત દેશ એ જમીનનો ટુકડો નથી પણ ભાગવત ચેતનાનો પીંડ છે.” આવી દિવ્ય ભારત ભૂમિમાં ગુજરાતની પાવન ભૂમિનું અદકેરુ સ્થાન છે. એમાંય ગીરનાર, સોમનાથ અને દ્વારકા જેવા સ્થાનો અને સૌરાષ્ટ્રની ઉજળી સંતપરંપરાએ સૌરાષ્ટ્રની આ ભૂમિને ભારતના આધ્યાÂત્મક વિકાસમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયું. એમાં પણ સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ દેવભૂમિ તરીકે પ્રતિષ્ઠિત થયો. પાંચાળની આ ધરતીમાં લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર એવું પાળિયાદ યાત્રાધામ વિશેષ આદર અને પ્રતિષ્ઠા પામ્યું છે.

ગોમા નદીના દક્ષિણ ભાગમાં બોટાદથી પંદર કિલોમીટર દુર આવેલ ભવ્ય મંદિર, યાત્રાધામ “પૂ.શ્રી વિસામણબાપુની જગ્યા” તરીકે ઓળખાય છે.

આ જગ્યાનાં આદ્ય સ્થાપક વિસામણબાપુનો જન્મ સંવત ૧૮૨૫નાં મહા સુદ પાંચમને રવિવારના રોજ પાળિયાદ ગામે કાઠી કુળમાં થયેલ. તેમનાં પિતાનું નામ પાતામન અને માતાનું નામ આઇ શ્રી રાણબાઇમાં હતું. શ્રી વિસામણ નાનપણથી જ તેજસ્વી પુરૂષ તરીકે ખ્યાતી પામનાર બીજા કોઇ નહીં પણ ખુદ રામદેવ પીરનો અવતાર હતાં.

આવા હળાહળ ઘોર કળિયુગનાં સમયમાં પણ પોતાની અનન્ય ભÂક્ત અને નિષ્ઠાનાં પ્રભાવે અનેક રાજા, રંક, અમીર અને અભ્યાગતનાં સંકટનું નિવારણ કરી લગભગ સાંઇઠ વર્ષની ઉંમરે પાળિયાદ ઠાકરની ગાદી પોતાનાં ભાણેજ સરવાનાં હાદા બોરીચાનાં દિકરા મહારાજશ્રી લક્ષ્મણજીબાપુને સોંપી. સવંત ૧૮૮૫ માં વિસામણબાપુએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તેમણે લક્ષ્મણજી મહારાજને કહ્યું હતું. “સાધુ, સંતો તેમજ ગાયોની સેવા કરજા અને અભ્યાગતને ટુકડો(રોટલો) આપજા તમારી પેઢીએ પેઢીએ પીર પાકશે.”

આપા વિસામણનાં એ શબ્દો જાણે કે અક્ષરસહ સાચા પડ્યા અને પાળિયાદની ધર્મની ગાદીએ તેને વારસામાં મળેલી પીરાઇ આજ પર્યંત જાળવી રાખી છે. આપા વિસામણબાપુ પછી આ ગાદી ઉપર પૂર્ણ ઠાકર સ્વરૂપ પુરૂષો આવ્યાં છે. આ રીતે પ.પૂ.લક્ષ્મણજીબાપુ, પ.પૂ.મોટા ઉનડબાપુ, પ.પૂ.દાદાબાપુ, ધર્મમાર્તંડ માનસ વિશારદ પ.પૂ.ઉનડબાપુ, સનાતન ધર્માલંકાર પ.પૂ.અમરાબાપુ પછી આજે પાળિયાદની ગાદીએ પ. પૂ.મહંતશ્રી નિર્મળાબા બિરાજે છે. માનસ વિશારદ પ.પૂ.શ્રી ઉનડબાપુ એ દારૂ, જુગાર, માસાહાર જેવા સમાજના દુષણોનો ત્યાગ કરાવી, આધ્યાત્મક સમાજની આગવી પરંપરા ઉભી કરાવી છે, તેમજ સદાચારી, ભગવદ પરાયણ સમાજ નિર્માણ કરી લોક Ìદયમાં અતિ આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું. ...