સેવાકીય પ્રવૃતિ
પૂ.શ્રી અમરાબાપુએ મહંત પદે બિરાજી પરંપરાગત ઉપાસના સાથે સમાજ કલ્યાણ, જીવદયા સાથે સ્વસ્થ, ધર્મપરાયાણ સમાજ નિર્માણ માટે લોક જાગૃતી માટે ભગીરથ પુરુષાર્થ કરી ધર્મ અને રાષ્ટ્રની પ્રશંસનીય સેવા કરી પૂ.વિસામણબાપુની જગ્યામાં અનેક પ્રવૃત્તિઓ અવિરતપણે કરેલ, જેમાં...

 • રોગ નિદાન કેમ્પ અને રોગીઓની મફત સારવાર.
 • સમાજમાં નબળા વિદ્યાર્થીઓને પુસ્તક સહાય.
 • અભ્યાસમાં તેજસ્વી બાળકોને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય.
 • દર મહિને છેલ્લા રવિવાર નેત્રયજ્ઞ અને મફત સારવાર.
 • પ્રત્યેક ભક્તો માટે અન્નક્ષેત્ર.
 • આદર્શ ગૌશાળા.
 • અશ્વશાળા.
 • વૈદકિય સારવાર.
 • એમ્બ્યુલન્સની સુવિધા.
 • વારે-તહેવારે સાધુ, સંતોને વ†દાન.
 • મકરસંક્રાતિનાં દિવસે બ્રાહ્મણોને વ†દાન અને અન્નદાન
 • વ્યસન મુક્ત પ્રચાર.
 • સેંકડો માણસો એક જ પંગતમાં બેસીને ભોજન લઇ શકે એવી અદ્યતન ભોજનશાળાની વ્યવસ્થા કરવામાં આવી.
 • પાળિયાદની આ પ્રસિધ્ધ જગ્યામાં ધાર્મિક મહિનાઓમાં તો અકલ્પ્ય માનવ મહેરામણ ઉમટે છે પણ સામાન્ય રીતે દરરોજ સેંકડો ભક્તો દર્શન, સત્સંગ અને પ્રસાદનો લાભ લે છે.