આજ રોજ અમાસ નિમિતે પુજ્ય વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે નિતીનભાઈ જાની (જિગલી ખજૂર) અને તેમની ટીમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકરશ્રી વિહળાનાથની સમાધી તેમજ પ. પૂ. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી નિર્માળાબા ઉનડબાપુ ના દર્શન કરેલ તેમજ પુજ્ય ભયલુબાપુ ની મુલાકાત કરેલ અને વાર્તાલાભ કરેલ તેમજ પુજ્ય ભયલુબાપુ દ્વારા હાર પહેરાવી અને ઠાકર ની છબી ભેટ સ્વરૂપે આપેલ તેમજ પ. પૂ. શ્રી વિસામણબાપુ ના પ્રાગટય સ્થળ ઓરડા ના દર્શન તેમજ ભોજન પ્રસાદ લીધેલ ત્યારબાદ જગ્યાની બણકલ ગૌશાળા અને વિહળ વાટીકા ના કૈલાસ બંગલો ની મુલાકાત લીધેલ અને આ બધું જોય ખૂબ રાજીપો અને ધન્યતા વ્યક્ત કરેલ…
🙏જય વિહળા નાથ🙏